Ad Code

ધોરણ ૧૦ વિજ્ઞાન પ્રકરણ ૬ જૈવિક ક્રિયાઓ વિશેષ પ્રશ્નોત્તર 5 થી 9

 5. સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ વચ્ચે શું તફાવત છે ?

સ્વયંપોષી પોષણ

વિષમપોષી પોષણ

તે લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુમા જોવા મળે છે.

તે પ્રાણીઓમાં અને ફૂગમાં જોવા મળે છે.

આ પ્રકારના પોષણમાં અકાર્બનિક દ્રવ્યો CO2 અને H2Oનો ઉપયોગ કરી ખોરાકનુ સંશ્લેષણ થાય છે.

આ પ્રકારના પોષણમાં અન્ય સજીવોમાંથી ખોરાકનો ઉપયોગ થાય છે.

આ પોષણ માટે પ્રકાશ સંશ્લેષણ અગત્યની પ્રક્રિયા છે.

આ પોષણ માટે ખોરાકની પાચનક્રિયા અગત્યની પ્રક્રિયા છે.

6. પ્રકાશસંશ્લેષણ માટે આવશ્યક કાચી સામગ્રી વનસ્પતિ ક્યાંથી પ્રાપ્ત કરે છે?

CO2 વનસ્પતિઓ તે વાતાવરણમાંથી પ્રાપ્ત કરે છે.

H2O – વનસ્પતિના મૂળ ભૂમિમાંથી શોષણ કરે છે.

ઉર્જા – વનસ્પતિ સૂર્યમાંથી પ્રાપ્ત કરે છે.

7. આપણા જઠરમાં એસિડનું શું કાર્ય છે ?

  • ખોરાક સાથે જઠર માં દાખલ થયેલા બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે.
  • જઠરમાં એસિડિક માધ્યમ જાળવે છે.
  • ટ્રિપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે.
  • અદ્રાવ્ય ક્ષારોને ઓગાળે છે.

8. પાચક ઉત્સેચકોનું કાર્ય શું છે ?

પાચક ઉત્સેચકો ખોરાકના જટિલ ઘટકો (કાર્બોદિત, લિપિડ, પ્રોટીન)નું સાદા, દ્રાવ્ય અને શોષણ થઇ શકે તેવા સ્વરૂપમાં પાચન કરે છે.

9. પાચિત ખોરાક કે પદાર્થોના અભિશોષણ માટે નાના આંતરડા (એટલે કે શેષાંત્ર) માં કેવી રચનાઓ આવેલી છે ?

  • નાનું આતરડું લાંબી નલિકામય રચના છે.
  • તેના અંદરના અસ્તરમાં આંગળી જેવા પ્રવર્ધો રસાંકૂરો આવેલા છે.
  • તે રુધિરવાહીનીયુક્ત અને અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે.

Post a Comment

0 Comments

Close Menu