Ad Code

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ । National Science Day

👉 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

👉રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરીના દિવસે કેમ ઉજવવામાં આવે છે?

👉રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ સૌપ્રથમ ક્યારે ઉજવવામાં આવેલ?

👉રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

👉વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?



રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કયારે ઉજવવામાં આવે છે?

૨૮ ફેબ્રુઆરી

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ સર્વપ્રથમ કયારે ઉજવવામાં આવ્યો?

વર્ષ ૧૯૮૭માં

વિશ્વ વિજ્ઞાન દિવસ કયારે ઉજવવામાં આવે છે?

૧૦ નવેમ્બર


    ૨૮ મી ફેબ્રુઆરી ૧૯૨૮માં કલકત્તાની ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ ખાતે ભારતીય વૈજ્ઞાનિક સર ચંદ્રશેખર વેંકટ રામને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે પ્રકાશના કિરણોની અલગ અલગ તરંગ લંબાઈ પર વિખેરાઈ જવાની પ્રકીયાનું ખુબ જ બારીકાઈથી અવલોકન કરી તેને લોકો સમક્ષ મુકી હતી. જે શોધ ને તેમના નામ પરથી ‘રામન ઈફેક્ટ’ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ ૧૯૩૦માં આ નોંધપાત્ર શોધ માટે તેમને નોબેલ પુરસ્કાર મળ્યો હતો. ભારતમાં જ સંશોધન કાર્ય કરીને નોબલ પુરસ્‍કાર મેળવનાર પ્રો. રામન એક માત્ર ભારતીય વૈજ્ઞાનિક હતા. તેમની શોધ પરથી વધુને વધુ બાળકો અને યુવાનોને પ્રેરણા મળે તેવા શુભાશયથી ભારત ભરમાં દર વર્ષે નેશનલ સાયન્સ ડે ઉજવવામાં આવે છે.
આ શોધની સરખામણી રેડિયોએકટીવ કિરણોની શોધ જેટલી જ અગત્યની છે. ઇ.સ. ૧૯૩૦માં સ્‍વીઝર્લેન્ડની જયુરીએ ભૌતિક વિજ્ઞાનપદે એમને ફેલો બનાવ્યા. અમેરિકાની ફ્રેંકલીન ઇન્સ્ટિટયુટે એમને ફ્રેંકલીન પદકથી વિભૂષિત કર્યા. ૧૯૩૨માં રામન પ્રભાવની શોધને નોબલ પુરસ્‍કાર આપવામાં આવ્‍યો. સમસ્ત એશિયામાં આ પુરસ્‍કાર સર્વપ્રથમ પ્રાપ્ત કરવાનો યશ ડો. સી.વી. રામનને ફાળે જાય છે.

આ દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે જાહેર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય રામન ઈફેક્ટ અને ડૉ. ચંદ્રશેખર રામનને આદર આપવાનો હતો, આ ઉપરાંત તેના અન્ય ઘણા હેતુઓ પણ હતા જે નીચે મુજબ છે.

  • આપણા રોજિંદા જીવનમાં ઉ૫યોગી વિવિધ વૈજ્ઞાનિક શોઘો અને આવિષ્કારોનું મહત્વ જણાવવું.
  • માનવ કલ્યાણ અને પ્રગતિ માટે વૈજ્ઞાનિક ક્ષેત્રમાં તમામ પ્રવૃત્તિઓ, પ્રયત્નો અને સિદ્ધિઓ દર્શાવવી.
  • વિજ્ઞાન અને વૈજ્ઞાનિક વિકાસ માટે, આ દિવસે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે અને આ દિવસે નવી તકનીકોનો અમલ પણ કરવામાં આવે છે.
  • દેશમાં એવા ઘણા લોકો છે, જેઓ વૈજ્ઞાનિક વિચાર ધરાવે છે, આ લોકોને તક આપવી અને તેમના કામ માટે પ્રોત્સાહિત કરવું એ પણ આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય છે.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ (National Science Day Themes)

આમ તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૧૯૮૭થી ઉજવવામાં આવે છે. ૫રંતુ આ૫ણે અહી છેલ્લા ૫ વર્ષના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ વિશે માહિતી મેળવીશુ.

વર્ષ

                   થીમ (Themes)

2017

વિકલાંગ વ્યક્તિઓ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી

2018

ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી

2019

લોકો માટે વિજ્ઞાન અને વિજ્ઞાન માટે લોકો

2020

મહિલા અને વિજ્ઞાન

2021

એસટીઆઈનું ભવિષ્ય: શિક્ષણ, કૌશલ્ય અને કાર્ય પર અસર

2022

લાંબા ગાળાના ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સંકલિત અભિગમો

 

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે (National Science Day Activities)

આ દિવસને ખાસ બનાવવા માટે ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવે છે. ભારતની શાળાઓ અને કોલેજોમાં આ દિવસે બાળકો દ્વારા વિવિઘ પ્રકારના કાર્યક્રમો, વિજ્ઞાન પ્રોજેક્ટ્સ, સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે અને બાળકો આ કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લે છે. એટલું જ નહીં, બાળકોને વિજ્ઞાન વિષયની માહિતી આપવામાં આવે છે, જેથી બાળકો આ વિષયમાં પોતાની કારકિર્દી બનાવી શકે. આ દિવસે રેડિયો અને ટીવી પર વિજ્ઞાન અને તેની શોઘો આઘારિત વિવિઘ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમોમાં વિજ્ઞાનની ચર્ચા કરવામાં આવે છે. આ ઉપરાંત વિજ્ઞાન સાથે સંકળાયેલી કોલેજોમાં વૈજ્ઞાનિકોને પણ બોલાવવામાં આવે છે, જેથી તેઓ કોલેજના વિદ્યાર્થીઓ સાથે તેમનો અનુભવ શેર કરી શકે.


Post a Comment

0 Comments

Close Menu