સામાજિક વિજ્ઞાન,
ધોરણ: 7
પ્રકરણ - 5 સ્થળ અને સમય
1.પૃથ્વીના ગોળા પર રહેલી કાલ્પનિક આડી
રેખાઓને શું કહે છે ?
જવાબ: અક્ષાંશવૃત્તો
2.પૃથ્વીના ગોળા પર રહેલી કાલ્પનિક ઉભી
રેખાઓને શું કહે છે ?
જવાબ: રેખાંશવૃત્તો
3.ધ્રુવનો તારો કઈ દિશામાં હોય છે ?
જવાબ: ઉત્તર
4.કયા રેખાંશવૃત્તને 'આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા' કહે છે ?
જવાબ: 1800ને
5.પૃથ્વીનું સૌથી મોટું ઘડિયાળ કયું છે ?
જવાબ: સૂર્ય
6.00 અક્ષાંશવૃત્ત એટલે કયું વૃત્ત ?
જવાબ: વિષુવવૃત્ત
7.00 રેખાંશવૃત્તને શું કહે છે ?
જવાબ: ગ્રિનિચ રેખા
8.કુલ રેખાંશવૃત્તો કેટલા છે ?
જવાબ: 360
9.એક રેખાંશવૃત્તને સૂર્યની સામેથી પસાર થતાં કેટલો સમય લાગે છે ?
જવાબ: 4 મિનિટ
10.આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કેવી છે ?
જવાબ: વાંકીચૂકી
11.જે રેખાંશવૃત્ત બરાબર સૂર્ય સામે આવે છે, તે રેખાંશ પર આવેલાં બધાં સ્થળોએ ક્યો
સમય ગણાય છે ?
જવાબ: બપોરના 12:00 વાગ્યાનો
12.આપણા દેશમાં પ્રમાણસમય રેખા કયા શહેર
પરથી પસાર થાય છે ?
જવાબ: અલાહાબાદ
13.આપણા દેશનો પ્રમાણસમય કેટલાં પૂર્વ
રેખાંશ પરથી નક્કી કરવામાં આવે છે ?
જવાબ: 82.50
14.1 કલાકમાં કેટલા રેખાંશવૃત્તો સૂર્ય સામેથી
પસાર થાય છે ?
જવાબ: 15
15.00 રેખાંશવૃત્તની બન્ને તરફ કેટલા અંશ સુધી
રેખાંશો આવેલા છે ?
જવાબ: 1800
16.00 અક્ષાંશવૃત્તથી ઉપર તરફના ભાગને શું કહે
છે ?
જવાબ: ઉત્તર ગોળાર્ધ
17.00 અક્ષાંશવૃત્તથી નીચે તરફના ભાગને શું કહે
છે ?
જવાબ: દક્ષિણ ગોળાર્ધ
18.23.50 ઉત્તર અક્ષાંશવૃત્તની કાલ્પનિક રેખાને
શું કહે છે ?
જવાબ: કર્કવૃત્ત
19.23.50 દક્ષિણ અક્ષાંશવૃત્તની કાલ્પનિક રેખાને
શું કહે છે ?
જવાબ: મકરવૃત્ત
20.કયા દેશમાં ગ્રિનિચ નામનું શહેર આવેલું છે ?
જવાબ: ઇંગ્લૅન્ડ
21.કઈ કાલ્પનિક રેખા પૃથ્વીના ઊભા બે સરખા
ભાગ કરે છે ?
જવાબ: ગ્રિનિચ રેખા
22.કઈ કાલ્પનિક રેખા પૃથ્વીના આડા બે સરખા
ભાગ કરે છે ?
જવાબ: વિષુવવૃત્ત
23.બે અક્ષાંશવૃત્તો વચ્ચે વાસ્તવિક
જમીનસપાટી ઉપર આશરે કેટલા કિલોમીટરનું અંતર હોય છે ?
જવાબ: 111 કિલોમીટરનું
24.બે રેખાંશવૃત્તો વચ્ચેનું અંતર ફક્ત
વિષુવવૃત્ત ઉપર આશરે કેટલા કિલોમીટરનું હોય છે ?
જવાબ: 111 કિલોમીટરનું
25.પૃથ્વી પરનાં સ્થળોનો સમય શાની મદદથી
નક્કી કરવામાં આવે છે ?
જવાબ: રેખાંશવૃત્તો
26.આંતરાષ્ટ્રીય દિનાંતર રેખા ક્યા મહાસાગર
પરથી પસાર થાય છે ?
જવાબ: પૅસિફિક
27.મધ્યાહન પ્રમાણે નક્કી કરેલા સમયને ક્યો
સમય કહેવામાં આવે છે ?
જવાબ: સ્થાનિક સમય
0 Comments