Ad Code

UPSC દ્વારા IAS / IFS / IRS ઓફિસર બનવું છે ?

UPSC દ્વારા IAS / IFS / IRS ઓફિસર બનવું છે ?

યુ. પી. એસ. સી ની પરીક્ષા ક્યારે યોજાય છે?

પ્રિલિમિનરી પરીક્ષામાં પ્રશ્નપત્રની ભાષા કઇ હશે?

સિવિલ સર્વિસ પરીક્ષામાં ઉત્તરની ભાષા ગુજરાતી રાખી શકાય છે?

ખોટા જવાબ માટે નેગેટીવ માર્કીંગ સીસ્ટમ હશે?

પ્રિલિમિનરી અને મેઇન પરીક્ષાનું સ્વરૂપ કેવું હોય છે?

કઇ ઉંમરના ઉમેદવાર આ પરીક્ષા આપી શકે?

 રેલવે, ઈન્કમટેક્સ, રેવન્યૂ, એકાઉન્ટ-ઑડિટ, કસ્ટસ-સેન્ટ્રલ એક્સાઈઝ જેવા કેન્દ્ર સરકારના તેમજ રાજય સરકારોમાં ઈન્સ્પેક્ટર, ક્લાર્ક, સુપરવાઈઝર વગેરે હોદ્દાઓ માટે યુ.પી.એસ.સી. દ્વારા વિવિધ ભરતી પરીક્ષાઓ યોજાતી હોય છે. પરંતુ આવા દરેક વિભાગોમાં વહીવટી અમલદારોની ભરતી માટે ભારતભરમાં ફક્ત એક જ એવી આ બધી જ પરીક્ષાઓમાં શિરમોર એટલે સિવિલ સર્વિસ પરીક્ષા લેવામાં આવે છે, જેને આપણે આઈ.એ.એસ, પરીક્ષા તરીકે ઓળખીએ છીએ, આ પરીક્ષા દ્વારા દેશની સર્વોપરી ગણાતી ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS), ઈન્ડિયન પોલીસ સર્વિસ (IPS), ઈન્ડિયન ફોરેન સર્વિસ (IFS), ઈન્ડિયન રેવન્યૂ સર્વિસ (IRS), ઈન્ડિયન ઈન્ફર્મેશન સર્વિસ (IIS) જેવી અનેક સેવાઓમાં ગૌરવવન્તુ સ્થાન મેળવી શકાય છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ પરીક્ષા ચાલુ રાખવા પાછળ સરદાર વલ્લભભાઈ પટેલના ખાસ પ્રયત્ન રહ્યા હતા.

 શા માટે કોલેજના અભ્યાસ સાથે આઈ.એ.એસ.ની તૈયારી ?

ભારતના ઘણા રાજયમાં વિદ્યાર્થીઓ ધો. 1 થી જ આઈ.એ.એસ બનવાની તૈયારી શરૂ કરતા હોય છે. ગ્રેજયુએશન વખતે તેઓ સાથોસાથ સિવિલ સર્વિસ પરીક્ષા માટે વાંચન, ચર્ચાઓ વગેરેમાં ગળાડૂબ હોય છે, જે સ્નાતક થયા પછી તેમને સિવિલ સર્વિસ પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત થાય, દિલ્હીની કેટલીક યુનિવર્સિટીઓમાં દેશભરમાંથી સંખ્યાબંધ યુવાનો અને યુવતીઓ આઈ.એ.એસ. બનવાની અભિલાષા સાથે આવે છે અને દિવસરાત તૈયારીમાં લાગ્યા હોય છે. અહીં તૈયારી માટેના સુંદર સ્ટડી મટીરિયલ્સ પણ મળી રહે છે અને આવી પરીક્ષાની તૈયારી માટેનું વાતાવરણ પ્રાપ્ત થાય છે. એથી જ દિલ્હીને આઈ.એ.એસ. ઉમેદવારોના કાશી તરીકે ઓળખવામાં આવે છે.

યુ. પી. એસ. સી ની પરીક્ષા ક્યારે યોજાય છે?

સિવિલ સર્વિસીસના ખાલી પદો માટે યોજાતી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC)ની પ્રાથમિક પરીક્ષા સામાન્ય રીતે મે મહિનામાં યોજાતી હોય છે. તેમાં સફળ થનાર વિદ્યાર્થી મેઈન અને ત્યારબાદ ઈન્ટરવ્યુ માટે ક્વોલીફાઈ થતા હોય છે.

પ્રિલિમિનરી પરીક્ષામાં પ્રશ્નપત્રની ભાષા કઇ હશે?

આ પ્રશ્રપત્ર હિન્દી અને અંગ્રેજીમાં હશે. જો કે, અંગ્રેજી સેકશનના પેસેજમાં હિન્દી ટ્રાન્સલેશન નઈ અપાય.

ખોટા જવાબ માટે નેગેટીવ માર્કીંગ સીસ્ટમ હશે?

ખોટો જવાબ આપવા બદલ ૦.૩૩(1/3) માર્ક્સ કપાશે.

પ્રિલિમિનરી અને મેઇન પરીક્ષાનું સ્વરૂપ કેવું હોય છે?

સિવિલ સર્વિસ પરીક્ષા મુખ્ય બે તબક્કાઓમાં વહેંચાયેલી છે.

(૧) પ્રિલિમિનરી પરીક્ષા અને

(૨) મુખ્ય પરીક્ષા.

 

(૧)મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોની પસંદગી માટે પ્રિલિમિનરી પરીક્ષા, કે જે હેતુલક્ષી પ્રકાર હોય છે.

(૨) મુખ્ય પરીક્ષા (લેખિત અને મૌખિક).

પ્રિલિમિનરી પરીક્ષામાં બે બહુવિલ્પ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નપત્રો આવે છે, જેમાં એપ્ટિટ્યુડ ટેસ્ટનું પ્રશ્નપત્ર ૨૦૦ ગુણનું અને સામાન્ય અભ્યાસ પ્રશ્નપત્ર ૨૦૦ ગુણનું હોય છે. આમ પ્રિલિમિનરી પરીક્ષા ૪૦૦ ગુણની હોય છે. પ્રિલિમિનરી પરીક્ષા માત્ર સ્ક્રીનિંગ ટેસ્ટ છે. આ પરીક્ષામાં મેળવેલા ગુણ એ મેરિટ લિસ્ટમાં ગણવામાં આવતા નથી. પ્રિલિમિનરી પરીક્ષાનો હેતુ મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારની ગુણવત્તા તપાસવા માટેનો જ હોય છે. અહીં મુખ્ય પરીક્ષામાં બેસવું હોય તો પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરી આવશ્યક હોય છે.


મુખ્ય પરીક્ષા બે તબક્કાઓમાં વહેંચાયેલી છે.

(૧) લેખિત પરીક્ષા

(૨) ઈન્ટરન્યૂ (મૌખિક પરીક્ષા).

લેખિત પરીક્ષાત્મક પ્રકારના ૯ (નવ) પ્રશ્નપત્ર હોય છે. જે ઉમેદવારોએ મુખ્ય પરીક્ષામાં યુ.પી.એસ.સી એ નક્કી કરેલા માર્ક્સ મેળવ્યા હોય તેમને ઈન્ટરન્યૂ માટે બોલાવવામાં આવે છે. આમ ધારો કે પ૦ ઉમેદવારોની ભરતી થવાની હોય તો ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવનાર ઉમેદવારની સંખ્યા લગભગ ૧૦૦૦ થી ૧૫૦૦ રાખવામાં આવે છે.

 મુખ્ય પરીક્ષાના નવ વર્ણનાત્મક પ્રશ્નપત્રો પૈકી ભારતીય ભાષા અને અંગ્રેજી ભાષાના પ્રશ્નપત્રોમાં
માત્ર ક્વોલિફાય જ થવાનું હોય છે. ઈન્ટરન્યૂ (મૌખિક પરીક્ષા) ૩૦૦ ગુણ ધરાવે છે. લેખિત પરીક્ષા અને ઈન્ટરન્યૂના ગુણોનો સરવાળો કરીને અંતિમ મેરિટ લિસ્ટ બનાવવામાં આવે છે. આ મેરિટ લિસ્ટમાં આવેલા ક્રમ મુજબ ઉમેદવારોને તેની પસંદગી પ્રમાણે વિવિધ સેવાઓમાં સ્થાન આપવામાં આવે છે.

પ્રિલિમિનરી પરીક્ષામાં એક અને મુખ્ય પરીક્ષામાં કુલ બે વૈકલ્પિક પેપરો હોય છે. જેની પસંદગી અગાઉથી કરવી જરૂરી છે અને તે પ્રમાણે તેની તૈયારીઓ રૂપે સિવિલ સર્વિસ પરીક્ષામાં આપ જે વિષય કૉલેજમાં ભણવાના હો તે જ વિષય રાખવો.

જનરલ સ્ટડીઝની તૈયારી માટે દિલ્હીના કોઈ પણ સ્ટાન્ડર્ડ પ્રકાશન ગૃહની અંગ્રેજી ગાઈડ તેમજ નેશનલ કાઉન્સિલ ફૉર એજયુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) ના ધો. ૧૦ થી ૧૨ ના ઈતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, બંધારણ, સામાન્ય વિજ્ઞાન, સ્વાતંત્ર્ય સંગ્રામ ઉપરનાં પુસ્તકો મેળવવા જરૂરી છે.

પ્રિલિમ્સ પરીક્ષાના માર્કસ પરીક્ષાની મેરિટમાં ગણતરીમાં લેવામાં આવતા નથી, પરંતુ મુખ્ય પરીક્ષામાં બેસવાની લાયકાત મેળવવા માટે ખૂબ જ અનિવાર્ય છે. આથી જનરલ સ્ટડીઝ અને ઓપ્શનલનું તલસ્પર્શી વાંચન અને ગહન તૈયારી કૉલેજ દરમ્યાન જ થઈ જાય એ વધુ ફાયદાકારક છે.

ઈન્ટરટ્યૂનું મહત્ત્વ અને આયોજન :

ઉમેદવારની પ્રમાણિકતા, સિવિલ સર્વિસ એક્ઝામ પ્રત્યેનો અભિગમ તથા આત્મવિશ્વાસ, બુદ્ધિ-કુશાગ્રતા, ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા, વિવેકબુદ્ધિ જેવા ગુણો જાણવાનો પ્રયત્ન ઈન્ટરબૂમાં થતો હોય છે. સિવિલ સર્વિસમાં જે તે કક્ષાએ એડમિનિસ્ટ્રેટર એટલે કે વહીવટદારી પોસ્ટ હોય છે.

 

 સિવિલ સર્વિસ પરીક્ષામાં ઉત્તરની ભાષા ગુજરાતી રાખી શકાય છે?

(નોંધ: પ્રશ્નપત્ર અંગ્રેજી/હિન્દીમાં જ હશે)

ભારતીય બંધારણના આઠમા શેડ્યુલમાં આવેલ ભાષાઓમાંથી કોઈ પણ ભાષામાં પ્રશ્નપત્રો લખવાની ઉમેદવારોને યુ.પી.એસ.સી એ છૂટ આપેલી છે. આથી ગુજરાતના વિદ્યાર્થીઓ સિવિલ સર્વિસીઝ પરીક્ષા ગુજરાતીમાં આપી શકે છે. મોટાભાગના વિદ્યાર્થીઓના મગજમાં એવી ગ્રંથિ ઘર કરી ગઈ હોય છે કે ફાંકડું અંગ્રેજી આવડે તો અને તો જ આઈ.એ.એસ. કે આઈ.પી.એસ. અધિકારી થઈ શકાય, આથી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને નાસીપાસ થયા વિના વ્યવસ્થિત તૈયારી કિરીને સફળ થઇ શકે છે.

વર્ષ ૨૦૧૨-૧૩માં  સિવિલ સર્વિસ પરીક્ષામાં માળખાકીય મહત્વનો ફેરફાર દાખલ થયો છે. સિવિલ સર્વિસીઝ પરીક્ષામાં પ્રિલિમ પરીક્ષામાં પૂછાતા લક્ષી પ્રશ્નો માટે હવે નેગેટિવ માર્કિંગ દાખલ કરાયું છે. આ પદ્ધતિમાં દરેક ખોટા જવાબ માટે એક તૃતીયાંશ(૦.૩૩) માર્ક કપાઈ જશે. આથી હવે માત્ર યાદશક્તિના આધારે અથવા તુક્કાના આધારે જવાબો ટીક કરનાર નુકસાનમાં રહેશે, જેણે ખરેખર વિષય અને વાંચન આત્મસાત ક્યું હશે અને મહત્તમ જવાબો સાચા હશે તેઓ જ મેરિટમાં આદી શકશે.

આઈ.એ.એસ. પરીક્ષામાં બેસવા અંગેની લાયકાત :

રાષ્ટ્રીયતાઃ ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ અને ઈન્ડિયન પોલીસ સર્વિસ માટે ઉમેદવાર માટે ભારતીય નાગરિકત્વ હોવું ફરજિયાત છે. અન્ય સર્વિસ માટે ઉમેદવારે યુ.પી.એસ.સી નો સંપર્ક કરવો.

કઇ ઉંમરના ઉમેદવાર આ પરીક્ષા આપી શકે?

ઉમેદવારની ઉંમર ૨૧ વર્ષની હોવી જોઈએ અથવા ૩૦ વર્ષ કરતાં ઓછી હોરી જોઈએ. જેનો આધાર જે તે વર્ષના ઑગસ્ટની ૧લી તારીખ રહેશે. પાછલી વયમર્યાદામાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને પાંચ વર્ષ અને અન્ય પછાત વર્ગોના ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે.

 

ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત:

 

ઉમેદવારે ભારત સરકાર અથવા રાજય સરકાર દ્વારા સ્થપાયેલ કોઈ પણ વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતકની પદરી હાંસલ કરેલ હોવી જોઈએ.

 

પ્રયત્નોની સંખ્યા :

સિવિલ સર્વિસ પરીક્ષામાં દરેક ઉમેદવારને મહત્તમ ચાર પ્રયત્નો મળશે. અનુસૂચિત જાતિ  /અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે પ્રયત્નો કોઈ મર્યાદા નથી, અન્ય પછાત વર્ગોના ઉમેદવારો માટે સાત પ્રયત્નો રહેશે. તેનો અર્થ એ સરે કે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ૩૫ વર્ષ સુદ ધારે તેટલી વખત પરીક્ષામાં બેસી શકે છે. જયારે અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓ ૩૩ વર્ષ સુધી મહત્તમ સાત પ્રયત્નો આપી શકે છે.

 

આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરતું ગુજરાતનું સ્ટડી સેન્ટર:

 

સરદાર પટેલ ઈન્સર્ટીટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન

email : spipa.gujarat.gov.in

ઈસરો સામે, જોધપુર-સેટેલાઈટ રોડ, અમદાવાદ

 

Post a Comment

0 Comments

Close Menu