Ad Code

સમગ્ર એશિયાખંડની નં. ૧ ટેકનીકલ ઈન્ટરીટ્યુટી પ્રવેશ પરીક્ષા I.I.T.-JEE (Advance)

 

સમગ્ર એશિયાખંડની નં. ૧ ટેકનીકલ ઈન્ટરીટ્યુટી પ્રવેશ પરીક્ષા I.I.T.-JEE (Advance)

I.I.T.-JEE (Advance) પરીક્ષા શું છે?

I.I.T.-JEE (Advance) પ્રવેશ પરીક્ષા પદ્ધત્તિ કેવી હોય છે? 

I.I.T.-JEE (Advance) પરીક્ષા કોણ આપી શકે?

I.I.T.-JEE (Advance) પ્રવેશ પરીક્ષા ક્યારે લેવાય છે?

I.I.T.-JEE (Advance) પ્રવેશ પરીક્ષા માટેની અધિકૃત વેબસાઇટ કઇ છે?

I.I.T.-JEE (Advance) પરીક્ષા પાસ કર્યા પછી ક્યાં પ્રવેશ મળે?


ભારતની નંબર વન એન્જિનિયરીંગ કોલેજ ઓફ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી તેમજ અન્ય શ્રેષ્ઠ એન્જિનિયરીંગ કોલેજોમાં એડમિશન મેળવવા માટે એક પરીક્ષા આપવી પડે છે. આ પરીક્ષાનું નામ છે.JEE (Joint Entrance Examination).

 

JEE પાસ કરનાર વિદ્યાર્થીઓને I. I.T.માં એડમિશન મળે છે. JEE એક એવું એડમિશન ટેસ્ટ છે, જે ભારતના એકએકથી ચઢિયાતી એન્જિનિયરીંગ કોલેજો અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સેતુ છે. ધોરણ-૧૧-૧૨ સાયન્સના બે વર્ષ કઠિન સાધના સમજીને અભ્યાસ કર્યો હોય તેમજ ધોરણ-૧૧-૧૨ સાયન્સના અભ્યાસક્રમ કરતાં વધુ ઉચ્ચકક્ષાનાં અભ્યાસક્રમને તૈયાર કરવાની સમર્થતા ધરાવતા હોય તેવા અતિ હોંશિયાર તેમજ મહેનતુ વિદ્યાર્થીઓ જ JEEમાં પાસ થઈ શકે છે.

 

આજના સ્પર્ધાત્મક યુગમાં નોકરીની પાછળ ઉમેદવારોએ દોડવું પડે છે. પરંતુ અહિં ઉલટું બને છે. I. I.T.માંથી બહાર આવતા એન્જિનિયરો માટે નોકરી આપનાર કંપનીઓની વચ્ચે સ્પર્ધા જામે છે. નોકરી ઉમેદવારોપાછળ પડે છે. આ છે I.I.T.માં એડમિશનનો ચમત્કાર ! આશા રાખીએ સાક્ષાત્કાર માટે તમે તૈયારી કરશો જ.

 

I. I.T.ની કોલેજો નીચેના શહેરોમાં આવેલી છે?

 

મુંબઈ, દિલ્હી, ગુવાહાટી, કાનપુર, ખડગપુર, મદ્રાસ, અરકી, હૈદ્રાબાદ, ગાંધીનગર (ગુજરાત), પટના, પંજાબ, રાજસ્થાન, વારાણસી [બનારસ હિન્દુ યુનિવર્સિટીને IITનો દરજ્જો મળેલ છે, ધનબાદ [India school of Mines] ને IITનો દરજ્જો મળેલ છે.

 

ઉપરોક્ત ૧૪ કોલેજોમાંથી કોઈપણ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે JEE (Advance) આપવી પડે છે. આ ૧૪ કોલેજોની પ્રવેશ પરીક્ષાનો કોઠો વિંધવો આસાન નથી. છતાં પરિશ્રમ, પ્રયત્ન અને પ્રારબ્ધ હશે તો પરિણામ તમારા પક્ષે હશે તે વાત પણ ભૂલવા જેવી નથી.

 

પરીક્ષા પદ્ધતિ :

 

(1) I.I.T.-JEEની પરીક્ષા વધુમાં વધુ બે વખત જ આપી શકાશે. ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષા આપેલ હોય તે વર્ષ અને ત્યાર પછીના વર્ષે એમ સળંગ બે વર્ષ સુધી જ પરીક્ષા આપી શકાશે.

(2) માર્ચ, ર૦૦૬થી અમલમાં આવેલ નવા નિયમ મુજબ ફીઝીક્સ, કેમેસ્ટ્રીના અને મેથેમેટીક્સના ૩-૩ કલાકના બે પ્રશ્નપત્રો રહેશે.

 

(3) પ્રશ્નપત્રો સંપૂર્ણ બહુ વિકલ્પ પ્રકારના (MCQ Based) રહેશે. દરેક પ્રશ્નનાં ચાર વિકલ્પ આપવામાં આવશે. જેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને mgs (Machine Gradable Sheet)માં HB પેન્સિલ વડે ધાટો ભાગ કરવાનો રહેશે.

 

(4) ખોટા જવાબ માટે નેગેટીવ માર્કીંગ સિસ્ટમ છે.

 

(5) પ્રશ્નપત્રની ભાષા અંગ્રેજી અથવા હિન્દી વિદ્યાર્થી ઈચ્છે તે રાખી શકે છે.

(પ્રવેશ ફોર્મમાં જ જણાવી દેવું ફરજિયાત છે.)

 

(6) લોગ ટેબલ તેમજ કેયુલેટરના ઉપયોગ પર પ્રતિબંધ છે.

 

(7) B.Arch. અને B.Deg, માટે એપ્લાય થવા ઈચ્છતા વિદ્યાર્થીઓને વધારામાં એપ્ટીટયુડ ટેસ્ટ પણ આપવાની રહેશે, જેની ભાષા માત્ર અંગ્રેજીમાં જ રહેશે.

 

પ્રવેશ ફોર્મ તથા પરીક્ષા :

 

(1) પ્રવેશ ફોર્મ મેળવવાની જાહેરાત સામાન્ય રીતે નવેમ્બર-ડિસેમ્બરમાં આવે છે. એપ્રિલના પહેલા કે ત્રીજા અઠવાડિયાના રવિવારે પરીક્ષા યોજાય છે.

 

(2) ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા પરીક્ષાના કેન્દ્રો છે. ગુજરાત I.I.T. Bombay Zoneમાં આવે છે.

 

(3) સામાન્ય રીતે મે મહિનાના આખરમાં પરિણામ જાહેર થાય છે.

 

પ્રવેશ લાયકાત :

 

(1) ધોરણ-૧૨ સાયન્સમાં મેથ્સ, ફીઝીક્સ અને કેમેસ્ટ્રી વિષયો હોવા જોઈએ.

(2) ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષા ઓછામાં ઓછા ૬૦% ગુણ સાથે પસાર કરેલી હોવી જોઈએ. અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે આ ધોરણ પપ%નું રહેશે.

 

Website : www.jeemain.nic.in

 

 

Post a Comment

0 Comments

Close Menu