Ad Code

ધોરણ ૧૦ વિજ્ઞાન પ્રકરણ ૬ જૈવિક ક્રિયાઓ વિશેષ પ્રશ્નોત્તર 1 થી 4

 1.  શા માટે આપણા જેવા બહુકોષી સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ અપૂરતી ક્રિયા છે?

આપણા જેવા બહુકોષીય પ્રાણીઓમાં બધા કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી.શરીર રચના જટિલ તેમજ શરીરનું કદ મોટું છે. આથી સાદા પ્રસરણ દ્વારા પૂરતા પ્રમાણમાં ઓક્સિજન શરીરના બધા કોષો સુધી મોકલી શકાય નહીં. એક ગણતરી મુજબ આપણા ફેફસાંમાંથી ઑક્સિજનના એક અણુને પગના અંગૂઠા સુધી પ્રસરણ દ્વારા પહોંચાડવા આશરે ત્રણ વર્ષ જેટલો સમય લાગી શકે છે.

આથી આપણા જેવા બહુકોષીય સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ અપૂરતી ક્રિયા છે.

2.  કોઈ વસ્તુ જીવંત છે તે નક્કી કરવા માટે આપણે કયા માપદંડ નો ઉપયોગ કરીશું?

કોઈ વસ્તુ સજીવ છે તે નક્કી કરવા માટે હલનચલન, વૃદ્ધિ ,શ્વાસોશ્વાસ , કોષ-રચના વગેરે માપદંડનો આપણે ઉપયોગ કરીશું.

3.  કોઈ સજીવ દ્વારા કઈ બાહ્ય કાચી સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે ?

બાહ્ય કાચી સામગ્રીઓ                                     ઉપયોગ

1. CO2 , H2O                                       વનસ્પતિઓ દ્વારા પ્રકાશ સંશ્લેષણમા 

2. કાર્બન આધારિત ખાદ્ય સ્ત્રોત , O2      જારક સજીવો દ્વારા શ્વસનમા

4.  જીવન ટકાવી રાખવા માટે તમે કઈ ક્રિયાઓને જરૂરી ગણશો ?

ઉત્તર :- પોષણ ,શ્વસન , વહન, ઉત્સર્જન ,વૃદ્ધિ ,આણ્વીય ગતિ વગેરે

Post a Comment

0 Comments

Close Menu