Ad Code

ધોરણ ૧૦ વિજ્ઞાન પ્રકરણ ૬ જૈવિક ક્રિયાઓ 9 થી 12 પ્રશ્નોના ઉત્તરો

 9. વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે વાયુકોષ્ઠોની રચના કેવા પ્રકારની હોય છે.?

·       ઉરસીય ગુહામાં એક જોડ ફેફસાં આવેલા છે.

·       ફેફસામાં હવા નો માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજન પામે છે અને અંતે ફુગ્ગા જેવી રચના વાયુકોષ્ઠો માં પરિણમે છે.

·       વાયુકોષ્ઠો ની દીવાલ પર રુધિરકેશિકા ની જાળીરૂપ રચના હોય છે.

·       વાયુકોષ્ઠો ની સપાટી દ્વારા વાત વિનિમય થાય છે.

10. આપણા શરીરમાં હીમોગ્લોબિનની ઉણપને પરિણામે શુ થઇ શકે છે.?

આપણા શરીરમાં હીમોગ્લોબિનની ઉણપને પરિણામે થતી રોગકારક અવસ્થાને પાંડુરોગ ( એનીમિયા) કહે છે. તેના પરિણામે , આપણા શરીરના કોષોને કોષીય શ્વસન માટે પૂરતો O2 મળતો નથી. પરિણામે ઓછી શક્તિ પ્રાપ્ત થાય છે. આ સ્થિતિમાં અશક્તિ , થાક , કંટાળો વગેરે જોવા મળે છે.

11. મનુષ્યમાં રુધિરનુ બેવડું પરિવહનની વ્યાખ્યા આપો.તે શા માટે જરૂરી છે.?

મનુષ્યમાં દરેક ચક્ર દરમિયાન રુધિર હ્રદયમાંથી બે વખત પસાર થાય છે. તેને રુધિરનુ બેવડુંં પરિવહન કહે છે.

મનુષ્ય શરીરની વધુ ઊર્જાની જરૂરિયાત માટે ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો શરીરને પૂરો પાડવા બેવડું પરિવહન જરૂરી છે.

12. જલવાહક અને અન્નવાહકમાં પદાર્થોના વહન વચ્ચે શું તફાવત છે.?

 

જલવાહક

અન્નવાહક

પાણી અને ખનીજ દ્રવ્યોનુ વહન થાય છે.

મુખ્યત્વે સુક્રોઝ કાર્બોદિત સ્વરૂપે ખોરાકનુ સ્થાળાંતરણ થાય છે.

તેમા વહન માટે બાષ્પોત્સર્જનથી સર્જાતુ ખેંચાણબળ મુખ્ય પ્રેરક બળ છે.

તેમાં સ્થાળાંતરણ માટે આસૃતિ દબાણ જવાબદાર છે.

તેમા દ્રવ્યોના વહન માટે ATP નો ઉપયોગ થતો નથી.

તેમા દ્રવ્યોના સ્થાળાંંતરણ માટે ATP નો ઉપયોગ થાય છે.

જલવાહિની અને જલવાહિનિકી વહનમાં સંકળાયેલા છે.

ચાલનીનલિકા અને સાથીકોષો સ્થાળાંતરણમાં સંકળાયેલા છે.

Post a Comment

0 Comments

Close Menu