Ad Code

ધોરણ ૧૦ વિજ્ઞાન પ્રકરણ ૬ જૈવિક ક્રિયાઓ 5 થી 8 પ્રશ્નોના ઉત્તરો

 5. આપણા શરીરમાં ચરબીનુ પાચન કેવી રીતે થાય છે.?આ પ્રક્રિયા કયાં થાય છે.?

·       પિત્તરસના પિત્તક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે.આ ક્રિયાને તૈલોદીકરણ કહે છે.

·       સ્વાદુરસનો લાયપેઝ તૈલોદીકૃત ચરબીનુ પાચન કરે છે. અંતે આંત્રરસના લાયપેઝ વડે ચરબીનુ ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થાય છે.

·       આ પ્રક્રિયા નાના આંતરાડામાં થાય છે.

6. ખોરાકના પાચનમાં લાળરસની ભૂમિકા શુ છે.?

લાળગ્રંથિમાંથી આવતા લાળરસ વડે ખોરાક પોચો અને ભીનો બને છે. લાળરસમાં રહેલો એમાયલેઝ (ટાયલિન) ઉત્સેચક ખોરાકના જટિલ અણુ સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન કરે છે.

સ્ટાર્ચ    માલટોઝ (શર્કરા)

7. સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઇ છે અને તેની નીપજો કઇ છે.?

સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ:-

(1) ક્લોરોફિલની હાજરી

(2) પ્રકાશશક્તિનુ શોષણ

(3) પાણીના અણુનુ વિઘટન

(4) કાર્બન ડાયોકસાઇડનુ કાર્બોદિતમાં રિડકશન

તેની નીપજો:- ગ્લુકોઝ , કાર્બોદિત અને ઓક્સિજન

8 જારક અને અજારક શ્વસન વચ્ચે તફાવત શુ છે.? કેટલાક સજીવોના નામ આપો કે જેમાં અજારક શ્વસન થાય છે.

 

જારક શ્વસન

અજારક શ્વસન

આ ક્રિયામાં O2નો ઉપયોગ થાય છે.

આ ક્રિયામાં O2નો ઉપયોગ થતો નથી.

આ ક્રિયાને અંતે CO2 અને H2O ઉત્પન્ન થાય છે.

આ ક્રિયાને અંતે પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ અને વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ અને CO2 ઉત્પન્ન થાય છે.

આ ક્રિયામા ગ્લુકોઝના અણુનુ સંપૂર્ણ દહન થાય છે.તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ઘણી વધારે ઉર્જા મુકત થાય છે.

આ ક્રિયામા ગ્લુકોઝના અણુનુ અપૂર્ણ દહન થાય છે.તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ખૂબ ઓછી ઉર્જા મુકત થાય છે.

આ ક્રિયાનો પ્રાથમિક તબક્કો કોષરસમાં અને બાકીનો તબક્કો કણાભસૂત્રમાં થાય છે.

આ ક્રિયા સંપૂર્ણપણે કોષરસમાં જ થાય છે.

અજારક શ્વસન કરતા સજીવોના નામ :-

યીસ્ટ અને અન્ય કેટલીક ફૂગ,કેટલાક બેક્ટેરિયા અને અંત:પરોપજીવીઓ

Post a Comment

0 Comments

Close Menu