Ad Code

ધોરણ ૧૦ વિજ્ઞાન પ્રકરણ ૬ જૈવિક ક્રિયાઓ પ્રશ્ન 13ના ઉત્તર

 13. ફેફસામાં વાયુકોષ્ઠોની અને મૂત્રપિંડમાં મૂત્રપિંડનલિકાની રચના અને તેઓની ક્રિયાવિધિની તુલના કરો.

વાયુકોષ્ઠો

મૂત્રપિંડનલિકા

તે ફેફસાની રચનાનો કાર્યાત્મક એકમ છે.

તે મૂત્રપિંડની રચનાનો કાર્યાત્મક એકમ છે.

તે શ્વાસવાહિકાઓના છેડે આવેલી ફુગ્ગા જેવી રચનાઓ છે.

તે લાંબી ગૂંચળામય નલિકા જેવી રચના છે. તેના અગ્રભાગે બાઉમેનની કોથળી હોય છે.

તે શ્વાસવાયુઓની આપ-લે માટેની સપાટી પૂરી પાડે છે.

તે રુધિરનુ ગાળણ કરી નાઇટ્રોજનયુકત ઉત્સર્ગ દ્ર્વ્યો દૂર કરે છે.

તેની દિવાલ પર રુધિરકેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે.

તેના બાઉમેનની કોથળી ભાગે રુધિરકેર્શિકાગુચ્છ અને નલિકામય ભાગે રુધિરકેશિકાજાળ હોય છે.

Post a Comment

0 Comments

Close Menu