Ad Code

ધોરણ ૧૦ વિજ્ઞાન પ્રકરણ ૬ જૈવિક ક્રિયાઓ વિશેષ પ્રશ્નોત્તર 10 થી 15

 10. શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં જળચર પ્રાણીની તુલનામાં સ્થળચર   પ્રાણીને શું લાભ છે ?

  • હવામાં રહેલા ઓક્સિજનના પ્રમાણ કરતા પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે.
  • તેથી સ્થળચર પ્રાણીઓ જળચર પ્રાણીઓની તુલનામાં શ્વાસદર ધીમો રાખીને પોતાની ઓક્સિજન જરૂરિયાત સંતોષી શકે છે.

11.  ભિન્ન પ્રાણીઓમાં ગ્લુકોઝના ઓક્સિડેશન વડે ઊર્જા પ્રાપ્ત કરવાના વિવિધ પરિપથો કયાં છે.?

12.  મનુષ્યમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન કેવી રીતે થાય છે ?

  • મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબીન ઓક્સિજન માટે ઊંચી બંધન ક્ષમતા ધરાવે છે. તેથી ઓક્સિજનનું પરિવહન હિમોગ્લોબીન દ્વારા થાય છે.
  • જ્યારે કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં વધારે દ્રાવ્ય હોવાથી મનુષ્યમાં તેનું પરિવહન રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં થાય છે.

13.વાતવિનિમય માટે માનવના ફેફસાંમાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય તે માટે કઈ રચનાઓ છે?

ઉત્તર :-  વાત વિનિમય માટે માનવના ફેફસાંમાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય તે માટે ની રચનાઓ વાયુ કોષ્ઠ અને તેની ફરતે રુધિરકેશિકાઓ છે.

14.  માનવમાં વહનતંત્ર કે પરિવહનતંત્રના ઘટકો કયા છે? આ ઘટકો ના કાર્ય શું છે?

માનવમાં પરિવહન તંત્રના ઘટકો  અને કાર્યો

1. રુધિર

(i) રુધિરરસ :- વિવિધ દ્રવ્યોના વહન માટે પ્રવાહી માધ્યમ, ખોરાક, કાર્બન ડાયોક્સાઇડ, ક્ષારો અને નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો નું વહન
(ii) રક્તકણ(રાતા રુધિર કોષો) :- ઑક્સિજનનું વહન
(iii) શ્વેતકણ (શ્વેત રુધિર કોષો) :- રોગકારકો સામે લડવાનું અને પ્રતિકારકતા
(iv) ત્રાકકણ :- રુધિર ગંઠાઈ જવાની ક્રિયા

2.હૃદય :- રુધિરના પંપ તરીકે કાર્ય કરે

3. રુધિરવાહિનીઓ

(i)ધમનીઓ :- હૃદયથી અંગો તરફ રૂધિરનું વહન
(ii)શિરાઓ :- વિવિધ અંગોથી હૃદય તરફ રૂધિરનું વહન
(iii)રુધિરકેશિકાઓ :- રુધિર અને આસપાસના કોષો વચ્ચે દ્રવ્યોની આપ-લે

4. લસિકા :- નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ કરે અને આંતર કોષીય પ્રવાહીને રુધિરના પ્રવાહમાં ઠાલવે.

15. સસ્તન અને પક્ષીઓમાં ઓક્સિજનયુક્ત અને ઓક્સિજનવિહીન રુધિર અલગ કરવાની જરૂરિયાત કેમ છે?

ઉત્તર :- સસ્તન અને પક્ષીઓમાં ઓક્સિજનયુક્ત અને ઓક્સિજનવિહીન રુધિર અલગ કરવાની જરૂરિયાત છે, કારણ કે તેથી શરીરને વધુ કાર્યદક્ષ ઓક્સિજનનો પુરવઠો મળી રહે. તેમના શરીરનું તાપમાન જાળવી રાખવા નિરંતર ઊર્જાની જરૂરિયાત સંતોષી શકાય છે.

Post a Comment

0 Comments

Close Menu