ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 1 આપણી આસપાસમાં દ્રવ્ય
·
ગલનબિંદુ : “જે
લઘુતમ તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને
તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે.” કોઈ પણ ઘન પદાર્થનું ગલનબિંદુ તેમાં રહેલા કણો
વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે.
·
ગલન : “કોઈ
પણ ઘન પદાર્થની પીગળવાની પ્રક્રિયા એટલે કે ઘનની પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણની
પ્રક્રિયાને ગલન કહે છે.”
કોઈ
પણ ઘન પદાર્થના ગલન દરમિયાન તાપમાન અચળ રહે છે.
·
ગલન ગુપ્ત ઉષ્મા : “પદાર્થના
ગલનબિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે એક કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી-
અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્માઊર્જાને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે.”
·
ઉત્કલનબિંદુ : “એક
ચોક્કસ તાપમાને અને એક વાતાવરણ દબાણે પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની
શરૂઆત થાય છે એટલે કે પ્રવાહી ઊકળે છે તે તાપમાનને જે તે પ્રવાહીનું ઉત્કલનબિંદુ
કહે છે.
·
બાષ્પીભવન (બાષ્પાયન) ગુપ્ત ઉષ્મા : “1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને એક વાતાવરણ દબાણે તેના ઉત્કલનબિંદુ જેટલા
તાપમાને વાયુ (બાષ્પ)માં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્માઊર્જાને બાષ્પીભવન ગુપ્ત
ઉષ્મા કહે છે.”
·
ઊર્ધ્વપાતન : પ્રવાહી-અવસ્થામાં
રૂપાંતરિત થયા વિના ઘન અવસ્થામાંથી સીધેસીધું જ વાયુ-અવસ્થામાં રૂપાંતર થવાની
પ્રક્રિયાને ઊર્ધ્વપાતન (Sublimation) કહે છે.
0 Comments