Ad Code

યોગ અને યોગાસન

 યોગ અને યોગાસનનું અદ્દભુત્ત પુસ્તક ડાઉનલોડ કરો.

    તારીખ ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ સંયુકત રાષ્ટ્રસંઘની ૧૯મી સામાન્યસભાને સંબોધિત કરતી વખતે ભારતના માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ સમુદાયને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા માટે વિનંતી કરી. માનનીય મોદીજીએ કહ્યું, યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલી એક અમૂલ્ય ભેટ છે. તેમાં મન અને શરીર; વિચાર અને ક્રિયા; સંયમ અને પરિપૂર્ણતા વચ્ચે રહેલી એકતા; મનુષ્ય અને પ્રકૃતિ મધ્યેની સંવાદિતાનું મૂળરૂપ છે, એ આરોગ્ય અને કલ્યાણનો સમગ્ર દૃષ્ટિકોણ છે. યોગ એ કસરત નહીં પરંતુ આપણામાં, વિશ્વમાં તથા પ્રકૃતિમાં રહેલી એકરૂપતાની શોધ છે. આપણી જીવનશૈલીમાં ફેરફાર કરી તથા ચેતના જાગૃત કરીને તે આપણને આબોહવાનાં પરિવર્તનોનો સામનો કરવામાં મદદ કરી શકે છે. ચાલો આપણે એક આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા તરફ કાર્ય કરીએ. ૧૧ ડિસેમ્બર ૨૦૧૪ ના રોજ ૧૯૩ સદસ્યોવાળી સંયુક્ત રાષ્ટ્ર સામાન્યસભાએ આ દરખાસ્તને સર્વસંમતિ દ્વારા ૧૭૭ અપૂર્વ સહપ્રાયોજક દેશો સાથે મંજૂર કરી ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સ્થાપિત કરવા ઠરાવ કર્યો. તેના ઠરાવમાં સભાએ એસ્વીકાર્યું કે ચોગ આરોગ્ય અને સુખાકારી માટે એક સંકલિત અભિગમ પૂરો પાડે છે તથા વિશ્વવસતીના આરોગ્ય અને સુખાકારી માટે યોગાભ્યાસના લાભો વિશેની જાણકારીના વિશાળ પ્રસરણની જરૂર છે. યોગ જીવનના તમામ પાસાંઓમાં સંવાદિતા લાવે છે માટે જ રોગ નિવારણ, આરોગ્યવર્ધન માટે તથા જીવનશૈલી સંબંધિત વિકૃતિઓના નિવારણમાં મદદરૂપ થાય છે. આ પુસ્તિકાનો હેતુ યોગ અને યોગ અભ્યાસની ઝાંખી આપવાનો છે, જેથી લોકો વ્યક્તિગત તથા સામુદાયિક ધોરણે વ્યાપક આરોગ્ય તરફ અભિમુખ થાય. યોગ આંતરિક વિજ્ઞાન પણ છે. જેમાં એવી વિભિન્ન પદ્ધતિઓનો સમાવેશ થાય છે, જેના દ્વારા મનુષ્ય શરીર અને મન વચ્ચે સામંજસ્ય/સંવાદિતા મેળવીને આત્મસાક્ષાત્કાર કરી શકે છે. યોગસાધનાનું લક્ષ્ય તમામ પ્રકારની પીડાઓ અને કષ્ટો દૂર કરવાનો છે. જેથી જીવનના દરેક સ્થળે સ્વતંત્રતાનો અનુભવ, સુખ અને સંવાદિતા પ્રાપ્ત થાય.


👉પુસ્તક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. 

Post a Comment

0 Comments

Close Menu