ભારતમાંથી ઘણા વિદ્યાર્થીઓ સુવિકસિત દેશમાં
ઉચ્ચ અભ્યાસ કરવા માટે જવા ઇચ્છે છે.
વિદેશમાં અંડર ગ્રેજ્યુએટ અભ્યાસ કરવા માટે
·
SAT (સ્કોલેસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ)
·
TOEFL વગેરે
પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ માટે
·
GRE (ગ્રેજ્યુએટ રેકોર્ડ
એક્ઝામિનેશન)
·
GMAT (ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ
એપ્ટિટ્યૂડ ટેસ્ટ)
·
IELTS (ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેગ્વઝ
ટેસ્ટ) વગેરે એક્ઝામ પાસ કરવી જરૂરી છે.
વિઝા માટે કયા દસ્તાવેજ જોઇએ
?
• એક કરતાં વધારે
વર્ષ માટે અધિકૃત હોય તે પાસપોર્ટ
·
અનકન્ડિશનલ્ડ લેટર
ઓફ એડમિશન અથવા ઈ-20
• અસલ એજ્યુકેશનલ સર્ટિફિકેસ, માર્ક શીટ્સ, ટાસ્ક્રિપ્ટ વગેરે
• IELTS અથવા TOFEL સ્કોર
· GMAT અથવા GRE સ્કાર અથવા તો બીજા એલિજિબિલિટી સર્ટિફિકેટ
• અભ્યાસક્રમના કુલ ખર્ચ કરતાં વધારે નાણાકીય
વ્યવસ્થા હોવાના પુરાવા.
વિદેશ અભ્યાસ માટેની
પ્રાથમિક લાયકાત
1. International English Language Testing System - IELTS - www.ielts.org
2. Scholastic Aptitude Test (SAT) - www.collegeborad.com (for undergraduate in US)
3. Graduate Management Admission Test (GMAT) - www.mba.com (for MBA abroad)
4. Graduate Record Examination (GRE) (for Master programme abroad)
5. TOFEL - Testing of English as foreign language
6. Test De-Evolution of French (TEF) - www.fiaf.org
વિદેશ અભ્યાસ અર્થે અગત્યની વેબસાટ્સ
અમેરિકા માટે:
https://www.usa.gov/visas
www.lisembassy.state.gov/mumbai
બ્રિટિશ માટે:
On education in the U.K.
http://www.educationuk.org
U.K. Universities, Colleges :
https://www.ukcisa.org.uk/
કેનેડા માટે:
https://www.cic.gc.ca/
જર્મની માટે :
https://www.hrk.de/
https://www.studying-in-germany.org/
ઓસ્ટ્રેલિયા માટે :
www.immi.gov.au
IELTS :
ELTS (International English Language
Testing System) ઉપયોગ યુ.કે.ની ઉઇનિવર્સિટીમાં પ્રવેશ ઈચ્છતા
વિદ્યાર્થીઓના અંગ્રેજી ભાષા ઉપરના પ્રભુત્વને ચકાસી તેમની પ્રવેશ યોગ્યતા નક્કી
કરવા માટે થાય છે. આ ટેસ્ટ દ્વારા વિદ્યાર્થી યુકેમાં રહેવા અને ભણવા માટે અંગ્રેજીમાં
અસરકારક રીતે કોમ્યુનિકેશન કરી શકે છે કે નહી તે ચકાસવામાં આવે છે. ટેસ્ટ એકેડેમીક
અને જનરલ ટ્રેનિંગ મોડ્યુલ એમ બે ભાગમાં વિભાજિત હોય છે. દરેક મોડ્યુલમાં ચાર
વિભાગ હોય છે. (1) લીસનિંગ (2) રીડીંગ (3) રાઇટીંગ અને (4) સ્પીકીંગ
ગ્રેજયુએટ રેકર્ડ એકઝામીનેશન
(GRE) :
ગ્રેજ્યુએટ
રેકોર્ડ એકઝામીનેશન (GRE) ટેસ્ટ, અમેરિકામાં ગ્રેજયુએટ લેવલે મેનેજમેન્ટ સિવાયના ક્ષેત્રોમાં
પ્રવેશ માટે આપવી આવશ્યક છે. આ ટેસ્ટમાં તમારી શૈક્ષણિક કારકિર્દીમાં તમે વર્બલ, ક્વોન્ટીટેટીવ અને એનાલીટીકલ રાઈટીંગ ક્ષેત્રોમાં કેવી સ્કીલ્સ
ડેવલપ કરી છે તે ચકાસવામાં આવે છે. આ ટેરટમાં તમે મેળવેલો સારો સ્કોર સારી
ગ્રેજ્યુએટ સ્કુલમાં પ્રવેશ કાર્યને આસાન બનાવી શકે છે, અત્યારે આ ટેસ્ટ કોમ્પ્યુટર ઉપર લેવાય છે અને કોમ્પ્યુટર
બેઝડ GRE તરીકે ઓળખાય છે. આ ટેસ્ટ જનરલ અને સબજેક્ટ એમ
બે અલગ અલગ રીતે લેવામાં આવે છે. કેટલીક ગ્રેજ્યુએટ સ્કુલો GRE સબજેક્ટનો સ્કોર માંગતી હોય છે. GRE સબજેક્ટ ટેસ્ટ નીચે મુજબના ૧૪ વિષયમાં આ ટેસ્ટ લેવામાં આવે છે
(૧) બાયોકેમેસ્ટ્રી, (૨) બાયોલોજી (૩) કેમેસ્ટ્રી (૪) કોમ્યુટર સાયન્સ
(૫) ઈકોનોમિકસ (૬) એન્જિનિયરીંગ (૭)
જીઓલોજી, (૮) હીસ્ટ્રી (૯) લીટરેચર ઈન ઈગ્લિશ (૧૦) મેથેમેટીકસ (૧૧) મ્યુઝીક (૧૨) ફિઝીકસ, (૧૩) સાઈકોલોજી (૧૪) સોશીયોલોજી
કોમ્યુટર બેઈઝડ GRE :
જનરલ ટેસ્ટમાં ત્રણ અથવા ચાર
સેકશન હોય છે.
વર્બલ એબીલિટી : આ સેકશનમાં આવતા ૩૦ પ્રશ્નો નીચેના
ચાર વિભાગમાં વિભાજીત હોય છે.
(૧) એન્ટોનીમ : શબ્દભંડોળ (વોકેબ્યુલરી) સાથે સીધી
રીતે સંકળાયેલા આ પ્રશ્નોમાં જે-તે શબ્દની સામે પાંચ શબ્દો આપેલ હશે, તેમાંથી શ્રેષ્ઠ વિરોધી શબ્દ તમારે પસંદ કરવાનો હોય છે.
આમાંથી ઘણા બધા શબ્દોથી તમે બિલકુલ અપરિચિત હોઇ શકો છો.. તમારું વિશાળ વાંચન અને
વિશાળ શબ્દભંડોળ તમને મદદરૂપ થઈ શકે છે.
(૨) એનલૉજી : એન્ટોનીમની જેમ એનલોજી સાથે
સંકળાયેલા પ્રશ્નો પણ શબ્દભંડોળ સાથે સંકળાયેલા હોય છે. અહીં શબ્દ અને વિચાર
વચ્ચેનો સંબંધ તમારે સમજવાનો હોય છે. તમને શબ્દોની જોડી આપેલી હશે. તમારે બીજી એવા
જ સંબંધવાળી જોડી શોધવાની હશે. અહીં ઘણી બધી અલગ-અલગ પ્રકારની રીલેશનશીપ હોય છે. મોટેભાગે સમાનાર્થી
અને કારણ તથા અસર સાથે સંકળાયેલ છે. વધારે આપવામાં આવે છે.
(૩) સેન્ટેન્સ કમ્પ્લિશન : અર્ધી તમારી “રીડીંગ કોમ્પ્રિહેન્સન” અને “વોકેબ્યુલરી” બંને સ્કિલ્સની ભેગી ચકાસણી કરવામાં આવે છે. આપેલ વાકયનું
લોજીક, સ્ટાઈલ અથવા ટોન સમજવી ખૂબ જરૂરી છે. વિકલ્પોમાંથી
વાકયને પૂર્ણ કરતો શ્રેષ્ઠ વિકલ્પ શોધવાનો હોય છે.
(૪) રીડીંગ કોમ્પ્રિહેન્સન : અહીં તમારી પદ્ધતિસર વાંચનની, સમજવાની અને અર્થઘટન કરવાની ક્ષમતાની ચકાસણી કરવામાં આવે
છે. તમારા અભ્યાસમાં અને પછી વ્યવહારિક જીવનમાં પણ આ આવડત ખૂબ જ ઉપયોગી છે. જુદાં જુદાં
ક્ષેત્રોનું વાંચન તમને મદદરૂપ થઈ શકે છે.
www.ets.org
એક નવું આકાશ : અમેરિકામાં
અભ્યાસ :
અમેરિકામાં
ન રહેતા હોય, ત્યાંના નાગરિક ન હોય છતાં અમેરિકામાં ઉચ્ચ
અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ F-1 (નોનઈમિગ્રન્ટ) સ્ટુડન્ટ
વિસા મેળવીને અમેરિકાન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકે છે. F-1 સિવાય પણ અન્ય કેટલાક પ્રકારના વિસા મેળવીને ઉચ્ચ અભ્યાસ
અર્થે વિદ્યાર્થીઓ અમેરિકા જઈ શકે છે.
અભ્યાસ માટે
અપાતા વિવિધ પ્રકારના વિસા કયા કયા છે ?
F-1 અથવા તો સ્ટુડન્ટ વિસા : યુ.એસ.ના અભ્યાસક્રમમાં જોડાવા માંગતા બહારના દેશના વિદ્યાઓ
માટે આ સૌથી સામાન્ય વિસા છે. અમેરિકાની અધિકૃત યુનિવર્સિટી અને કોલેજમાં અભ્યાસ કરવા
માંગતા વિદ્યાર્થીઓએ આ વિસા મેળવવા જરૂરી છે.
J-1 અથવા તો
એકસચેન્જ વિઝીટર વિસા: યુ. એસ.માં ચાલતા
એકસચેન્જ વિઝીટર પ્રોગ્રામમાં સામેલ થવા માંગતા વિદ્યાર્થીઓ માટે J-1 વિસા છે. શૈક્ષણિક અને સાંસ્કૃતિક એકસચેન્જ પ્રોગ્રામ માટે J-1 વિસા આપવામાં આવે છે.
M-1 અથવા ટુડન્ટ વિસા : આ વિસા યુ.એસ.ની સંસ્થાઓમાં બિનશૈક્ષણિક અથવા વ્યવસાયિક
અભ્યાસ કે તાલીમ પ્રાપ્ત કરવા માંગતા હોય તેવા લોકો માટે છે.
ધ્યાનમાં
રાખવા જેવી બાબત : જો તમારે યુ.એસ.ના રાજદૂતાવાસના વિસા માટેની અરજી કરવી હોય તો સૌપ્રથમ SEVIS (સ્ટુડન્ટ એન્ડ એકસચેન્જ વિઝીટર ઈન્ફર્મેશન સિસ્ટમ) અંતર્ગત
જરૂરી એવા દસ્તાવેજ જેવા કે I-20 અથવા તો DS-2019 હોવા જોઈએ. આ દસ્તાવેજ અમેરિકાની યુનિવર્સિટી કે કોલેજ કે પછી જે ખાતામાં તમે
જવા માંગતા હો તેની અધિકૃત પત્રો તમારી પાસે હોવી જરૂરી છે. વિદ્યાર્થીઓએ વિસાની
અરજી કરતી વખતે સાથે આ સ્પોન્સર પત્ર રજુ કરવો જરૂરી છે. કોઈપણ એકસચેન્જ પ્રોગ્રામ
અથવા સંસ્થા કે કોલેજમાં શૈક્ષણિક પ્રવેશ મેળવી લીધા પછી જ વિદ્યાર્થીઓને SEVIS હેઠળ પત્ર મળી શકે છે. એટલા માટે વિસાની અરજી કરતાં પહેલાં
સંસ્થા કે અભ્યાસક્રમમાં જોડાવા માટેની જરૂર પ્રવેશ કાર્યવાહી પૂરી કરી જોઈએ.
જો તમે
એકસચેન્જ પ્રોગ્રામ હેઠળ ભાગ લેવા માંગતા હો તો સંસ્થા કે કોલેજ તરફથી સંમતિપત્ર
મેળવવો જરૂરી છે. તમને સ્પોન્સર કરનારી સંસ્થા કે કોલેજ પણ તમને વિસા મેળવવા
માટેની યોગ્ય માહિતી પૂરી પાડે છે. આ ઉપરાંત અમેરિકામાં અભ્યાસ વિશેનું જરૂરી
માર્ગદર્શન પણ પૂરું પાડે છે. વિસા મેળવવા માટેની અરજી કરતી વખતે જરૂરી દસ્તાવેજની
સાથોસાથ SEVIS ફી અને વિસા પ્રોસેસીંગ ફી
ચૂકવવી જરૂરી છે.
યુ.એસ. એમ્બેસી, કોન્સ્યુટની
અહીં જણાવેલી પ્રક્રિયા જુદી પણ પડી શકે છે માટે યુ.એસ. એમ્બેસીની સત્તાવાર
વેબસાઈટની મુલાકાત લેવી જોઇએ જેથી કરીને તમે વેબસાઈટ પરથી વિસા માટેના ઈન્ટરવ્યુની
ચોક્કસ સમય અને તારીખ મળી શકો. ફરી એકવાર આ પ્રક્રિયા પણ અલગ હોઈ શકે છે માટે
યુ.એસ. એમ્બેસીની વેબસાઈટ પર ક્લિક કરો.
વિદ્યાર્થીઓ જ્યારે વિસાના ઈન્ટરવ્યુ માટે જાય
ત્યારે જરૂરી દસ્તાવેજો જેવા કે વિસા કવોલીફાઈંગ દસ્તાવેજ (I-20/DS201),
શૈક્ષણિક પ્રમાણપત્રો, નાણાંકીય સપોર્ટ માટેના દસ્તાવેજ, વિસા
પ્રોસેસીંગ ફી અને SEVIS
ફી રસીદ અને સંપૂર્ણ વિગતો ભરેલું વિસા અરજી ફોર્મ સાથે હોવું
અનિવાર્ય છે. વિદ્યાર્થીઓએ ખાતરીપૂર્વક ચકાસી લેવું જોઈએ કે તેમણે જે વિગતો વિસા અરજીપત્રકમાં
ભરી છે તે સંપૂર્ણપણે સારી છે નહીં.
• વિદેશમાં શિક્ષણની
પહેલી કસોટી TOEFL :
દેશની યુનિવર્સિટીમાં ખાસ કરીને અમેરિકામાં
અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓએ ટેસ્ટ ઓફ ઈંગ્લિશ એઝ એ ફોરેન લેંગવેજ (TOEFL) પરીક્ષા આપવી પડે છે. TOEFL
જે વિદ્યાર્થી ની પ્રથમ ભાષા અંગ્રેજી નથી તેમણે આ પરીક્ષા
આ૫વી પડે છે. આ પરીક્ષા દ્વારા એ જાણી
શકાય છે કે વિદ્યાર્થીને અમેરિકન ઉચ્ચારણીવાળું અંગ્રેજી બરાબર સાંભળતા, વાંચતા, લખતાં
અને બોલતાં કેટલું આવડ છે?
TOEFLમાં મેળવેલા ગુણ વિશ્વના 110 દેશની 6000 કરતાં વધુ કોલેજમાં માન્ય છે.
સપ્ટેમ્બર 2006થી TOEFL એકઝામ ઈન્ટરનેટ બેઝડ ટેસ્ટ (IBT) બની
છે. જ્યાં ઈન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ નથી ત્યાં IBT ઉપરાંત પેપર બેઝડ ટેસ્ટ દ્વારા
પણ TOEFL આપી શકાય છે.
ઈન્ટરનેટ બેઝડ ટેસ્ટ :
TOEFL
ઈન્ટરનેટ બેઝડ ટેસ્ટ અંગ્રેજી ભાષાની પકડને ચકાસે છે.
ભાષાના પ્રભુત્વમાં લખવું,
વાંચવું, બોલવું અને સાંભળવું એમ ચારેય બાબતોનો
સમાવેશ થાય છે.
ઈન્ટરનેટ બેઝડ ટેસ્ટ અધિકૃત ગણાય છે અને
અભ્યાસ દરમ્યાન કોલેજ કે સંસ્થામાં બોલાતી, લખાતી, વંચાતી
અને સંભળાતી ભાષા પર ભાર મુકવામાં આવે છે. ઈન્ટરનેટ બેઝડ ટેસ્ટ (IBT)ના
કુલ ચાર વિભાગ છે :
૧. વાંચન ક્ષમતા ચકાસવી : વિદ્યાર્થી શિક્ષણ સામગ્રી બરાબર વાંચી શકે એ ક્ષમતા ચકાસવા
માટેનો આ વિભાગ છે.
૨ શ્રવણ ક્ષમતા ચકાસવી : કોલેજ કે સંસ્થામાં અંગ્રેજીમાં અપાતા પ્રોફેસરના લેકચર
વિદ્યાર્થી બરાબર સમજી શકે છે કે કેમ ? એ ચકાસવા માટેનો આ વિભાગ છે.
૩ બોલવાની ક્ષમતા ચકાસવી : વિદ્યાર્થીની અંગ્રેજીમાં બોલવાની ક્ષમતા આ વિભાગ દ્વારા ચકાસવામાં આવે છે.
૪ લેખન ક્ષમતા ચકાસી : કોલેજ, યુનિવર્સિટીમાં ભણાવાતા અભ્યાસક્રમ દરમ્યાન
વિદ્યાર્થી અંગ્રેજીમાં કેટલું અને કેવી રીતે લખી શકે છે તે આ વિભાગ વડે ચકાસવામાં
આવે છે.
TOEFLના કેન્દ્રો : ઈન્ટરનેટ બેઝડ : અમદાવાદ,
વડોદરા, સુરત, મુંબઈ
પેપર બેઝડ : બેંગ્લોર, હૈદ્રાબાદ, ત્રિવેન્દ્રમ
TOEFL માટેની યોગ્યતા
: કોઈપણ વ્યકિત TOEFL આપી શકે છે. તેમાં કોઈ ઉંમરની બાધ નડતી નથી કે ચોક્કસ ડિગ્રીની આવશ્યકતા નથી. TOEFLમાં
મેળવેલા ગુણ બે વર્ષ સુધી માન્ય ગણાય છે.
કેવી રીતે
એપ્લાય કરી શકાય?
ઈન્ટરનેટ
બેઝડ ટેરરીંગ (IST) : તમારા શહેરમાં કે આસપાસના વિસ્તારમાં પસંદ કરેલા અધિકૃત
એજ્યુકેશન ટેસ્ટીંગ સર્વિસ (ETS) કેન્દ્રો TOEFL IBT આપી
શકાય છે. IBTની ટેસ્ટ ફી 150 અમેરિકન ડોલર છે. પેપર બેઝડ ટેસ્ટ
ફી 140 અમેરિકન ડોલર છે. ટેસ્ટના
નિર્ધારીત દિવસે તમારું યોગ્ય ઓળખપત્ર (ID) સાથે લઈ જવું અનિવાર્ય છે. IBT માટે તમે ઓનલાઈન નોંધણી કરાવી શકો છો. આ
ઉપરાંત ફોન દ્વારા પણ નોંધણી કરાવી શકાય છે, અથવા તો ઈ-મેઈલ દ્વારા પણ
નોંધાવી શકાય છે.
2 Comments
ખૂબ જ સરસ માહિતી છે...સર , ખરેખર જેમની વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવાની ઈચ્છા છે તેમને તો માર્ગદર્શન મળશે જ અને અન્ય માટે જ્ઞાનવર્ધક બનશે...આભાર..
ReplyDeleteThanks...
Delete