Ad Code

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ પછી એગ્રિકલ્ચર યુનિવર્સિટીના અભ્યાસક્રમો...

 

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ પછી એગ્રિકલ્ચર યુનિવર્સિટીના અભ્યાસક્રમો...

ભારત એ એક કૃષિપ્રધાન દેશ છે. કૃષિ ક્ષેત્રનો વિકાસ અને સંશોધન જોતાં ખેડૂત તાલીમબદ્ધ ન થાય તો ખેડૂતની મહેનત એળે જાય, એટલે કે પ્રગતિશીલ ખેડત એ આજના યુગની આવશ્યકતા છે. આપણે ત્યાં પ્રથમ એગ્રિકલ્ચર કોલેજ 1947માં આણંદ ખાતે શરૂ થઈ. 1973માં ગુજરાત કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થઈ અને તેનું વડું મથક સરદાર પટેલ કૃષિનગર (દાંતીવાડા) બનાસકાંઠામાં રખાયું અને તેનાં કૅમ્પસ જૂનાગઢ, નવસારી તથા આણંદમાં રખાયાં, વર્ષ 2004 આ યુનિવર્સિટીનું 4 કૃષિ યુનિવર્સિટીઓમાં વિભાજન થયું અને એ રીતે દરેક કૃષિ યુનિવર્સિટી સ્વતંત્ર બની.

કૃષિ યુનિવર્સિટી, સરદાર પટેલ કૃષિનગર, દાંતીવાડા, જિ. બનાસકાંઠા. www.sdau.edu.in

આણંદ કૃષિ યુનિવર્સિટી, યુનિવર્સિટી કૅમ્પસ, આણંદ      www.aau.in

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, મોતીબાગ કૅમ્પસ, જૂનાગઢ. www.jau.in

નવસારી કૃષિ યુનિવર્સિટી, યુનિવર્સિટી કેમ્પસ, નવસારી  www.nau.in

નોંધ: વધુ માહિતી માટે દર્શાવેલ વેબસાટની લિંક પર ક્લિક કરો.

આ યુનિવર્સિટીની કોલેજો ગ્રાન્ટ ઈન એઈડ છે. એટલે કે સ્વનિર્ભર ન હોવાથી ફી પ્રમાણમાં હળવી હોય છે. દરેક યુનિવર્સિટીમાં હૉસ્ટેલ અને લાઈબ્રેરી સુવિધા પણ છે. કૃષિજ્ઞાન મેળવીને ખેતીમાં પરિવર્તન લાવવું દેશ માટે આવશ્યક છે.

પ્રાપ્ય અભ્યાસક્રમો :

નોંધ: કૌંસમાં દર્શાવેલ આંકડા સીટની સંખ્યા દર્શાવે છે.

(1) બી.એસસી. કૃષિ :

 મુદત : 4 વર્ષ (8 સેમેસ્ટર)

પ્રવેશ લાયકાત : એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહ

·        બી.એ. કૉલેજ ઑફ એગ્રિલ્ચર, આણંદ (100)

·        એન. એન. કૉલેજ ઑફ એગ્રિલ્સર, નવસારી (100)

·        કોલેજ ઑફ એપ્રિલ્ચર, જૂનાગઢ (100)

·        કૉલેજ ઑફ એગ્રિલ્ચર, સરદાર કૃષિનગર, જિ. બનાસકાંઠા (100)

(2) બી. વી. એસસી. (વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી) :

મુદત : 5 વર્ષ ( 10 સેમેસ્ટર)

પ્રવેશ લાયકાત : એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહ

• ગુજરાત કૉલેજ ઑફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી (45)

કૉલેજ ઑફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી, કૃષિનગર દાંતીવાડા) (45)

() બી.ટેક. કૃષિ ઈજનેરી :

મુદત : 4 વર્ષ (8 સેમેસ્ટર)

પ્રવેશ લાયકાત : એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહ

કૃષિ ઈજનેરી અને ટેક્નોલોજી મહાવિદ્યાલય, જૂનાગઢ (50)

(4) બી.એસસી. હોર્ટિકલ્ચર :

મુદત : 4 વર્ષ (8 સેમેસ્ટર)

પ્રવેશ લાયકાત : એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહ

એસ્પી કૉલેજ ઑફ હોર્ટિલ્ચર, નવસારી (25)

(5) બી.એસસી. ફોરેસ્ટ્રી :

 મુદત : 4 વર્ષ (8 સેમેસ્ટર)

પ્રવેશ લાયકાત : એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહ

એસ્પી કૉલેજ ઑફ ફોરેસ્ટ્રી, નવસારી (25)

(6) બી.એસસી.ફિશરીઝ :

મુદત : 4 વર્ષ (8 સેમેસ્ટ)

 પ્રવેશ લાયકાત : એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહ

કોલેજ ઓફ ફિશરીઝ, વેરાવળ (20)

(7) બી. ટેક. ડેરી ટેકનૉલોજી :

મુદત : 4 વર્ષ

પ્રવેશ લાયકાત : એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહ

- શેઠ એમ. સી. કૉલેજ ઑફ ડેરી સાયન્સ, આણંદ (30)

નોંધ : ઉપરના 1 થી 6ના અભ્યાસક્રમો માટે કોર્સ દીઠ જે તે યુનિવર્સિટીની કૉલેજમાં પ્રવેશપત્ર ભરવાનું રહે છે.

ખેડૂત પુત્રો, પુત્રી, પૌત્ર કે પૌત્રીને તમામ કોર્સમાં પ્રવેશ સમયે 5% ગુણ વધારાના મળે છે, જયારે ફિશરીઝ કોર્સમાં માછીમારોનાં સંતાનોને 15% ગુણ વધારાના મળે છે. બેઠકોની સંખ્યા તથા પ્રવેશ માટે જે તે વર્ષે નક્કી કરેલા નીતિ-નિયમો પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે.

 

Post a Comment

0 Comments

Close Menu