ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બૉર્ડ, ગાંધીનગરના અભ્યાસક્રમ અનુસાર ધોરણ 10ના તમામ વિષયના ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા પ્રકાશિત થયેલ પાઠ્યપુસ્તકો અહિંથી ડાઉનલોડ કરો.
પુસ્તકો ડાઉનલોડ કરવા વિષયના નામ પર ક્લિક કરો...
ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળની સ્થાપના ઈ.સ. ૧૯૬૯ની ૨૧મી ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી, આડત્રીસ વર્ષથી મંડળે પોતાનું મુખ્ય લક્ષ્ય, ઉચ્ચ ગુણવત્તાવાળાં પાઠયપુસ્તકોનું પ્રકાશન કરી તથા ગુજરાતના વિઘાર્થીઓને વાજબી કિંમતે એ સુલભ બનાવીને, પાર પાડયું છે. |
મંડળ તરફથી ધોરણ 1 થી ૧૨નાં ગુજરાતી માધ્યમનાં પાઠયપુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે. તદુપરાંત હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિન્ધી, ઉર્દૂ, સંસ્કૃત અને તમિલ ભાષામાં પણ પાઠયપુસ્તકોનું પ્રકાશન કરવામાં આવે છે. |
સભા-સમિતિઓ |
મંડળનું સમગ્ર સંચાલન સારી રીતે થાય તેના નિશ્ચિત ઉદ્દેશો પાર પડે તે માટે નીચે મુજબની સભા-સમિતિની રચના કરવામાં આવે છે. |
(૧) સામાન્ય સભા (૨) નિયામક સભા (૩) કાર્યવાહક સમિતિ (૪) શૈક્ષણિક સમિતિ (૫) સંશોધન સમિતિ (૬) ઉત્પાદન સમિતિ |
ઉપરની સમિતિઓ મંડળનો સમગ્ર વહીવટ સારી રીતે ચાલે એ અંગેનાં સલાહ-સૂચનો આપે છે |
મંડળની વિતરણ અંગેની કામગીરી |
મુદ્રિત થયેલાં પાઠયપુસ્તકોનું વિતરણ સમગ્ર ગુજરાતમાં સહકારી ધોરણે કામ કરતી સંસ્થાઓ મારફતે કરવામાં આવે છે. દરેક જિલ્લાના વિતરક સાથે પાઠયપુસ્તકોના છૂટક વેચાણની કામગીરી માટે વિક્રેતાઓને જોડી દેવામાં આવે છે. છૂટક વેચાણ કરનારા વિક્રેતાઓની નોંધણી મંડળમા કરવામાં આવે છે. આ વ્યવસ્થાની તમામ વિઘાર્થીઓને પાઠયપુસ્તકો સરળતાથી પ્રાપ્ત થાય છે. અમદાવાદમાં પણ મંડળનું પોતાનું વેચાણ કેન્દ્ર (સેલ ડેપો, ગોડાઉન નં. ૯, અસારવા પુલ નીચે, અમદાવાદ - ૩૮૦ ૦૧૬ ફોનઃ ૨૨૧૩૩૯૨૦) ચાલે છે. કોઈ પણ સંસ્થાને કે વ્યક્તિગત ધોરણે કોઈ પણ વિઘાર્થીને આ વેચાણ કેન્દ્ર ઉપરથી પાઠયપુસ્તકો છૂટક વેચાણના ધોરણે મળી શકે છે. બહારગામથી મનીઓર્ડર કે બેન્કડ્રાફ્ટ દ્વારા પણ પાઠયપુસ્તકો મેળવી શકાય છે. |
મંડળની સંશોધન અંગેની કામગીરી |
પાઠયપુસ્તક મંડળ પાઠયપુસ્તકોનું પ્રકાશનકાર્ય કરીને જ સંતોષ માનતું નથી. પાઠયપુસ્તકોની ગુણવત્તા સતત સુધરતી રહે તે માટે સંશોધન અંગેની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે. પ્રાથમિક શિક્ષકોથી માંડીને યુનિવર્સિટીના અધ્યાપકો સુધીની પ્રતિભાશાળી વ્યક્તિઓને મૂલ્યાંકન કાર્યક્રમ તથા અન્ય શૈક્ષણિક કાર્યક્રમોમાં જોડવામાં આવે છે. પાઠયપુસ્તક સંપાદન તાલીમ શિબિર અને પાઠયપુસ્તકોના લેખકો, પરામર્શકો, અનુવાદકો વગેરે માટેનો પ્રતિભાશોધ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યાં છે. |
મંડળની નવાં ક્ષેત્રોમાંની કામગીરી |
બુનિયાદી વિષયોનાં પાઠયપુસ્તકો : ઈ.સ. ૧૯૯૯થી ધોરણ ૧૧-૧૨ના બુનિયાદી વિષયોનાં ૨૬ પાઠયપુસ્તકોનું પ્રકાશન કરીને મંડળે જાહેર પરીક્ષા માટેના વધારે વિષયોનાં પાઠયપુસ્તકો દ્વારા જે-તે ક્ષેત્રના વિઘાર્થીઓને આધારભૂત સાહિત્ય પૂરું પાડયું છે. આથી ગ્રામ અને કૃષિનાં ક્ષેત્રોમાં પણ મંડળ માનવ સંશોધન વિકાસના મહત્ત્વના કાર્યમાં પોતાનો ફાળો આપી શક્યું છે. |
0 Comments