Ad Code

ધોરણ ૧૦ ગુજરાતી ૧ વૈષ્ણવજન પ્રશ્નોના જવાબો

 

વૈષ્ણવજનકૃતિના કવિનું નામ શું છે? -નરસિંહ મહેતા

 

 ‘વૈષ્ણવજનકૃતિનો સાહિત્ય પ્રકાર લખો. -પદ

 

નરસિંહ મહેતાનું જન્મસ્થળ ક્યું છે ? -તળાજા, જિ. ભાવનગર

 

નરસિંહ મહેતાની કર્મભૂમિનું નામ શું છે ? -જૂનાગઢ

 

વૈષ્ણવજનકઈ કૃતિમાંથી લેવામાં આવેલ છે? -નરસિહ મહેતાના પદો માંથી

 

નરસિંહ મહેતાનું ક્યું પદ ગાંધીજીને અતિ પ્રિય હતું? -વૈષ્ણવજન તો તેને કહીએ...

 

નરસિંહ મહેતાના મતે સાચા વૈષ્ણવજનના દર્શનથી કેટલા કુળનો ઉદ્ધાર થાય? -એકોતેર કુળનો

 

વાચ, કાછ મન નિર્મળ રાખે એટલે... -વાણી, ચારિત્ર્ય અને મનને પવિત્ર રાખે.

 

વૈષ્ણવજન પરધન જોઇને શું કરે છે? -તેને હાથ પણ અડાડતો નથી.

 

મોહમાયા કોને સ્પર્શી શકતાં નથી. -વૈષણવજનને

 

વૈષ્ણવજનપદ કોને અતિ પ્રિય હતું? -ગાંધીજીને

 

વૈષ્ણવજનને શેની લગની લાગી હોય છે? -રામનામની

 

વૈષ્ણવજન શાનું અભિમાન રાખતો નથી ? -કોઈ ઉપકાર કર્યાનું

 

વૈષ્ણવજન પરસ્ત્રી પ્રત્યે કેવો આદરભાવ રાખે છે? -માતા જેવો

 

ગુજરાતી સાહિત્યમાં ‘આદિ કવિ' તરીકે કોણ જાણીતું - નરસિંહ મહેતા

 

નરસિંહ મહેતાનાં પદ ક્યા નામે જાણીતા છે ?  - પ્રભાતિયાં

 

 ‘વાચ, કાછ, મન નિર્મળ રાખે....' પંક્તિમાં કાછ' નો અર્થ દર્શાવો. - ચારિત્ર્ય

 

 ‘......... પરસ્ત્રી જેને માત રે’ પંક્તિનો શો અર્થ છે ? - પરસ્ત્રીને માતા ગણવી.

 

વૈષ્ણવજન જીવનમાં તૃષ્ણા સાથે કઈ રીતે કામ લે છે ? - ત્યાગ કરીને


પારકાની લક્ષ્મીને જે હાથ લગાડતો નથી, તેને નરસિંહ મહેતા કેવો કહે છે? - વૈષ્ણવજન

 

વૈષ્ણવજનના મનમાં દઢ પણે શું જોવા મળે છે? - વૈરાગ્ય

 

સકળ તીરથ કોના દેહમાં રહેલાં છે ? અથવા સકળ લોકમાં કોણ તીર્થ સ્વરૂપ છે. – વૈષ્ણવજન


Post a Comment

0 Comments

Close Menu