🌕 20 જુલાઈ – આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ 🌍
આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ દર વર્ષે 20 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે 1969માં નાસાના એપોલો 11 દ્વારા માનવજાત પ્રથમ વખત ચંદ્ર પર ઉતરી હતી. એસ્ત્રોનોટ નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રિનએ ચંદ્ર પર પગ મુકી ઇતિહાસ રચ્યો હતો – "માનવજાતિના ઇતિહાસમાં એક વિરાટ પગલુ."
સંયુક્ત રાષ્ટ્રોએ 2021માં આ દિવસને માન્યતા આપી, વિશ્વભરમાં ચંદ્રના વૈજ્ઞાનિક મહત્વ અને તેમાં થઈ રહેલા આંતરરાષ્ટ્રીય સહકાર અંગે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસની ઘોષણા કરી.
ચંદ્ર આજેય વૈજ્ઞાનિકો, શિક્ષકો, કલાકારો અને ખગોળશાસ્ત્રમાં રસ ધરાવતા લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત છે. આ દિવસ
એ આપણા આકાશ તરફ નજર કરીને માનવ વિકાસ અને ભવિષ્યનની અવકાશયાત્રાઓ અંગે વિચારવાનો અવસર
છે.
0 Comments