Ad Code

ધોરણ ૧૦ ગણિત બેઝીક (18) પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર, બ્લ્યુપ્રિન્ટ અને નમૂનાનું પ્રશ્નપત્ર

 


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,

સેક્ટર-10 બી, જૂના સચિવાલય પાસે,

ગાંધીનગર,

તા.01/11/2022

પ્રતિ,

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, (તમામ) જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય.

વિષય :- ધોરણ-10 ના ગણિત બેઝિકના પ્રશ્નપત્ર પરિરૂપ બાબત.

શ્રીમાન,

ઉપરોક્ત વિષય અન્વયે દર્શિત શિક્ષણ વિભાગના ઠરાવથી જણાવ્યા મુજબ શૈક્ષણિક વર્ષ-2021-22 થી ધોરણ-10 ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક એમ બે પ્રકારના પ્રશ્નપત્રોના વિકલ્પ આપવા અંગે સરકારશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવેલ હતો.

સંદર્ભ દર્શિત શિક્ષણ વિભાગના તા.14/07/2021 ના ઠરાવના અનુસંધાને ધોરણ-10 ગણિત બેઝિક વિષયનું પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર, લ્યુપ્રિન્ટ અને નમૂનાનું પ્રશ્નપત્ર અત્રેની કચેરીના સંદર્ભ-(2) દર્શિત તા.03/08/2021 ના પત્રથી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું.

અત્રેની કચેરીના સંદર્ભ-(3) દર્શિત તા.05/07/2022 ના પત્રથી ધોરણ-9 થી 12 ની પરિક્ષા પદ્ધતિ સંદર્ભે થયેલ પરિપત્રમાં દર્શાવ્યા મુજબ શૈક્ષણિક વર્ષ 2022-23 થી વાર્ષિક પરીક્ષા અને અન્ય પરીક્ષાઓ માટે વર્ષ 2019-20 માં અમલમાં આવેલ પરીક્ષા પદ્ધતિ મુજબ આયોજન અને અમલીકરણ કરવાનું રહેશે તેમ જણાવેલ છે.

આમ, શૈક્ષણિક વર્ષ 2019-20 થી અમલી બનેલ પરીક્ષા પદ્ધતિ મુજબ ધોરણ-10 ગણિત વિષયનું પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર, બ્લ્યુપ્રિન્ટ અને નમૂનાનું પ્રશ્નપત્ર તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીઓને તેમના જિલ્લાની તમામ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ તથા અમલ સારું મોકલી આપવામાં આવેલ હતું. ઉક્ત ધોરણ-10 ગણિત વિષયનું પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર, બ્લ્યુપ્રિન્ટ અને નમૂનાનું પ્રશ્નપત્ર શૈક્ષણિક વર્ષ 2022-23 થી ધોરણ-10 ની પરીક્ષામાં ગણિત સ્ટાન્ડર્ડ તરીકે ગણવાનું છે.

તા.05/07/2022 ની બોર્ડની સૂચનાઓના અનુસંધાને શૈક્ષણિક વર્ષ 2022-23 થી ધોરણ-10 ની પરીક્ષા માટે ગણિત વિષયના ગણિત બેઝિક માટે પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર, લ્યુપ્રિન્ટ અને નમૂનાનું પ્રશ્નપત્ર તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. જે આ સાથે સામેલ છે.

ઉક્ત વિગતો આપના તાબાની તમામ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ તથા અમલ સારૂ મોકલી આપશો.

👉pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો👈

👆👆

Post a Comment

0 Comments

Close Menu