Ad Code

ધોરણ ૧૦ ગુજરાતી વ્યાકરણ: કહેવતોના અર્થ

ધોરણ ૧૦ ગુજરાતી વ્યાકરણ: કહેવતોના અર્થ

 

આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય – જાતે કામ કર્યા સિવાય સિદ્ધિ મળતી નથી.

 

આપ સમાન બળ નહિ ને મેઘ સમાન જળનહિ – જાત મહેનત સર્વશ્રેષ્ઠ છે.

 

એક પંથ દો કાજ - એક કામ કરતા બે કામ થાય.

 

ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન - બહુ સારી વસ્તુ ન મળે તો ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય.

 

ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાઠાં - એક અમુક મુશ્કેલી ઊભી કરે, તો બીજું એનો એવો જ ઉપાય વિચારે.

 

 

કજિયાનું મોં કાળું - કજિયાનું પરિણામ સારું ન જ આવે.

 

ગામને મોઢે ગળણું ન બંધાય - બધાને ટીકા કરતાં એક સાથે ન અટકાવી શકાય.

 

ઘી ઢળ્યું તો ખીચડીમાં - પોતાને જ લાભ થવો.

 

ઘેર ઘેર માટીના ચુલા- કોઇ કુટુંબ તકરાર વિહોણું ન હોય.

 

ચમડી તૂટે પણ દમડીન છૂટે - દુઃખ સહન કરે પણ ધન વાપરે.

 

ચૌદમું રતન ચખાડવું- માર મારવો.

 

ટકે શેર ભાજી ટકે શેર ખાજ - સારું નરસું સૌ સરખું.

 

ડુંગરા દૂરથી રળિયામણા - દૂરથી બધું જ સુંદર દેખાય છે.

 

તેલ જુઓ તેલની ધાર જુઓ - સંજોગો જોઈને ધીરજથી કામ કરો.

 

દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી – શોભાની શોભા ને કામનું કામ એમ બંને હેતુ સરે.

 

દીકરી ને ગાય દોરે ત્યાં જાય - આપણે ત્યાં જૂના જમાનામાં દીકરી અને ગાયને બીજાની ઇચ્છા મુજબ જ વર્તવુ પડતું હતું.

 

દુકાળમાં અધિક માસ - મુશ્કેલીમાં ઉમેરો થવો.

 

દૂધનો દાજ્યો છાશ ફૂંકી ફૂંકીને પીએ - એકવાર કડવો અનુભવ થયા પછી ભયન હોય ત્યાં પણ ભય દેખાય.

 

ધોબીનો કૂતરો નહિ ઘરનો કે નહિ ઘાટનો – બેય પક્ષને પ્રસન્ન રાખવા મથનાર નિષ્ફળ જાય છે.

 

ન બોલ્યામાં નવગુણ – કોઈ ગંભીર વાત જોવા જાણવા છતાં પણ મૂંગા રહેવામાં જ મજા છે.

 

પાકે ઘડે કાંઠા ન ચડે - અમુક વખત વીતી ગયા પછી નવું કામન શીખાય.

 

પાણીમાં રહેવું ને મગર સાથે વેર - જેના હાથ નીચે રહેતા હોઈએ તેની સાથે વેર બાંધવુઠીક નહિ.

 

બાંધી મૂઠ્ઠી લાખની - કોઈ ખાનગી વાત જાહેર ન થાય ત્યાં સુધી જ વ્યક્તિની પ્રતિષ્ઠા સચવાયેલી રહે છે.

 

બાવાના બેય બગડ્યા - બંને બાજુનો લાભ લેવાના મોહમાં બંને બાજુથી નુકશાન થવું.

 

ભાવતું હતું તે વૈધે કહ્યું - પોતાને ગમતું હોય અને સ્વજન તેમ કરવાનું કહે.

 

મન ચંગા તો કથરોટમાં ગંગા - અંતઃકરણ પવિત્ર હોય તો યાત્રા કરવાની જરૂર નથી.

 

મન હોય તો માળવે જવાય. - ઇચ્છા હોય તો બધું થાય.

 

મુખમાં રામને બગલમાં છૂરી - દેખાવે સારો પણ દિલમાં કપટી.

 

રામ રાખે તેને કોણ ચાખે? - પ્રભુ રક્ષે તેને કોઈ નુકશાન ન કરી શકે.

 

વખાણી ખીચડી દાંતે વળગે. - વખાણીએ તે જ ખરાબ નીવડે.

 

શેઠની શિખામણ ઝાંપા સુધી - મોટા માણસની સલાહ થોડો વખત જ ધ્યાનમાં લેવાય છે.

 

હાથે તે સાથે - જાતે કરીએ તે જ પામીએ.

 

પાણી પહેલાં પાળ બાંધવી – દીર્ઘ દૃષ્ટિ વાપરવી.

 

બકરું કાઢતા ઊંટ પેસવું - નાનું વિઘ્ન દૂર કરતા મોટું વિધ્ન આવી જાય.

 

બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી – અશક્ય વાત

 

ભેંસ ભાગોળે ને ચાશ છાગોળે – કપોળ કલ્પનામાં રાચવું.

 

મફતનાં મરી કોને તીખા લાગે? – પારકે પૈસે મજા કરવી સૌને ગમે.

 

મીઠા ઝાડનાં મૂળ ન કઢાય - કોઇની ભલમનસાઈ કે ઉદારતાનો ગેરલાભ ન લેવાય.

 

મોસાળે જમણ અને મા પીરસનારી – સર્વ પ્રકારની અનુકૂળતા મળી રહેવી.

 

લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય - આવેલી તક ન ગુમાવાય.

Post a Comment

0 Comments

Close Menu